Inspirational story in gujarati
"મન હોય તો માળવે જવાય"
આપણે ગુજરાતી કહેવતો વાંચતા હોઇએ છીએ કે મન હોય તો માળવે જવાય.
આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે કર્ણાટક રાજ્યના એક અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા બાળક મહેશની છે. જે કોઈપણ પ્રકારની સુવિધા વિના કર્ણાટક એસએસસી બોર્ડનો ટોપર બન્યો છે. મહેશે સારા ટકા તો મેળવેલ જ છે પણ તે બોર્ડની એક્ઝામ માં ટોપર પણ થયો. જે બાળકના ઘરમાં લાઈટ પણ નથી કે અન્ય કોઈપણ પ્રકારની ફેસીલીટી પણ નથી છતાં મક્કમ મનોબળના એ બાળકે એસએસસી બોર્ડ માં ખૂબ જ સારા ટકા મેળવ્યા, તે બદલ ખુદ રાજ્યના શિક્ષણ મંત્રી સુરેશકુમાર પણ તેને અભિનંદન આપવા માટે તેના ઘરે પહોંચી ગયા.
અહીં તમને એ વિડિયો પણ આપેલો છે જેથી તમને ખ્યાલ આવી શકે કે એ બાળક કેટલો ગરીબ છે, છતાં પણ સતત મહેનતને કારણે ખૂબ જ સારા ટકા લાવ્યો જ્યારે આપણી પાસે અનેક પ્રકારની સુવિધાઓ હોવા છતાં આપણે ઓછી મહેનત ને લીધે સારા ટકા મેળવી શકતા નથી અને જુદા જુદા અને જુદા જુદા બહાના બતાવીએ છીએ . જો કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ વિના પણ આ બાળક આટલા સારા માર્ક્સ લઈ આવતો હોય તો આપણે કેમ ન લાવી શકીએ ?
જરુર છે તો માત્ર બસ આપણી મહેનતની જો આપણે આ કિસ્સો ગમ્યો હોય અને આ પણ મહેનત કરવા તૈયાર થઈ ગયા હોય તો આ બ્લોગને લાઇક કરવાનું ન ભૂલશો
પ્રેરણાદાયક કિસ્સો
કર્ણાટકના એજ્યુકેશન મિનિસ્ટર સુરેશકુમારે ધોરણ ૧૦ ની લેવાયેલી પરીક્ષામાં મહેશ નામના વિદ્યાર્થીએ ૬૨૫ માંથી ૬૧૬ માર્ક મેળવ્યા તે માટે તે વિદ્યાર્થીને અભિનંદન પાઠવવા માટે રૂબરૂ તેના ઘરે ગયા એકદમ ગરીબ વિદ્યાર્થી ના ઘરે પણ રાજ્યના શિક્ષણમંત્રી શ્રી સુરેશકુમાર ઘરે જઈને રુબરુ અભિનંદન આપવા ગયા જુઓ આખો વિડિયો કે આ બાળક કેવા ઘરમાં રહે છે
ઘરની સ્થિતિ જોઇને તમે સમજી શકશો તે કેટલા ગરીબ છે
No comments:
Post a Comment