ખેડા જીલ્લાના નેનપુરના
વિપુલભાઈ ડી. પટેલ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા
ચાણક્યના શબ્દોમાં કહીએ તો "શિક્ષક કભી સાધારણ નહિ હોતા" સમાજ નિર્માણનુું અને રાષ્ટ્ર નિર્માણનું ઉમદાકાર્ય પણ શિક્ષક જ કરેે છે. તો આજે આવા જ એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર શિક્ષકની વાત આ પોસ્ટમાં કરવામાં આવી છે જેમનું નામ છે વિપુલભાઈ ડી. પટેલ. તેઓ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામતા ખેડા જીલ્લાના નેનપુર ગામનું ગૌરવ વધાર્યું છે. તો ચાલો જાણીએ તેમના વિષે.............
વિપુલભાઈ પટેલની સિધ્ધિઓ
- તેઓ છેલ્લા સાત વર્ષથી STTI માં ગુજરાતના દરેક જીલ્લાના શિક્ષકોને તાલીમ આપે છે.તેઓ શિક્ષકોની ટ્રેનીંગ મોડ્યુલના લેખક અને માસ્ટર ટ્રેઇનર પણ છે.
- તેઓ કર્મયોગી તાલીમના રિસોર્સ પર્સન થી કે.આર.પી. માસ્ટર ટ્રેઇનર તરીકે પણ ઘણા વર્ષોથી કાર્યરત છે.
- તેઓ ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના સામજિક વિજ્ઞાન પુસ્તકના સમીક્ષક પણ છે.
- ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના તેઓ વિષય કન્વિનર પણ છે.
- નેશનલ અચીવમેંટ સર્વે તેમજ પેપર સેટર બિલ્ડીંગ કંડકટરના નેશનલ લેવલના વર્કશોપ તેઓએ દિલ્હી ખાતે કરેલા છે.
- તેઓ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ, દમણ,દાદરા અને નગર હવેલીમાં તજજ્ઞ ટીમના કન્વીનર તરીકે જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
- માધ્યમિક શિક્ષણ બોર્ડના સંશોધન શાળામાં વિષયવસ્તુને લગતા પ્રશ્નોના વિષય નિષ્ણાંત તરીકે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે.
- ચુટણી કમિશનમાં ક્વીઝ બનાવવાની પણ કામગીરી તેઓએ કરેલી છે
- તેઓ બોર્ડની ખાનગી કામગીરી (પેપર તૈયાર કરવા) માં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે.
- આ ઉપરાંત ૩૦% થી ઓછા રીઝલ્ટ માટે અમદાવાદ જીલ્લાની ગ્રામ્ય શાળાની તપાસ કમિટી માં પણ તેઓ કાર્યરત છે.
- તેઓએ NCERT લર્નિંગ આઉટ કમનો વર્ક શોપ વેબિનાર દ્વારા GSEBના સામાજિક વિજ્ઞાન વિષયનાં વિષય તજજ્ઞ તરીકે કરેલ છે
- તેઓ સંજોગ ન્યૂઝ પેપર ની ઉત્સવ પૂર્તિ ના દર બુધવાર ની કોલમ ના લેખક છે
- તેમના શૈક્ષણિક લેખો અચલા મેગિઝિન, પાટીદાર પરિવાર, ધરતી, શિક્ષણ અને પરીક્ષણ, બાલ સૃષ્ટિ જેવા માસિક મેગેઝીન પણ આવે છે
- શ્રી વિપુલભાઈ પટેલને 2018 મા સંસ્કાર ધામ સંસ્થા, સાણંદ દ્વારા બેસ્ટ ટીચર નો અવૉર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.
- શ્રી વિપુલભાઈ પટેલને 2019 મા અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બેસ્ટ ટીચર નો અવૉર્ડ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી ના હાથે પ્રાપ્ત થયેલ છે
- અહીં નોંધનિય છે કે રાજ્યપાલ શ્રી ની એક શિક્ષક તરીકે મુલાકાત કરનાર શ્રી વિપુલભાઈ પટેલ કદાચ રાજ્યનાં પહેલા શિક્ષક હશે.
- શ્રી વિપુલભાઈ પટેલને તેમના શ્રેષ્ઠ શૈક્ષણિક લેખો લખવા બદલ 2019 મા પાટીદાર પરિવાર ના બેસ્ટ લેખક નો અવૉર્ડ મળેલ છે
- આ સિવાયની અન્ય બીજા ઘણા બધા સન્માનો અને એવોર્ડ્સ તેમને મળેલા છે અને અન્ય ઘણી બધી કામગીરીઓમાં પણ તેઓએ તેમનું અમુલ્ય યોગદાન આપેલું છે.
No comments:
Post a Comment