NEET exam pattern
NEET exam news gujarati
NEET-UGના પેપર પેટર્નમાં ફેરફાર ;મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ આપનારા જાણી લ્યો શું છે નવી પેટર્ન?
નેશનલ ટેસ્ટિંગ એજન્સીદ્વારા મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નેશનલ એજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ(NEET-UG)ના પેપર પેટર્નમાં ફેરફાર કરાયા બાદ માર્કિંગ પેટર્નને લઈને પરીક્ષાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં જવાબ આપવામાં આવ્યા છે. આ અંગે એજન્સીએ કહ્યું કે, NEET-UGની ટેસ્ટ પેટર્ન રિવાઈઝ કરવામાં આવી છે. હવે દરેક વિષયમાં છાત્રોએ 35 પ્રશ્નો અટેમ્પટ કરવા પડશે. અન્ય 15 પ્રશ્નોમાંથી માત્ર 10 પ્રશ્નો જ અટેમ્પટ કરવાના રહેશે.
પહેલીવાર મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 સુધી NEET-UGમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અન બાયોલોજીમાં 180 ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો પૂછવામાં આવતા હતા. અને સાચા જવાબ માટે ઉમેદવારને ચાર માર્ક્સ મળતા હતા અને ખોટા જવાબ પર એક માર્ક નેગેટિવ થતોહતો.
એજન્સીના જણાવ્યા મુજબ, દરેક વિષયમાં બે સેક્શન સામેલ હશે. તેમાં એક સેક્શન-Aમાં 35 પ્રશ્નો હશે. તેના જવાબ ફરજીયાત આપવા પડશે. જ્યારે સેક્શન-Bમાં કુલ 15 પ્રશ્નો હશે. તેમાં કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ આપી શકે છે.
એજન્સીએ કોરોનાને લીધે અભ્યાસનું થયેલું નુકસાન ધ્યાનમાં રાખીને 2020-21માં અલગ-અલગ સ્કૂલ શિક્ષા બોર્ડે ધોરણ 12ની એક્ઝામ માટે સિલેબસમાં ઘટાડો કર્યો છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચાર સબ્જેક્ટમાં સેક્શન-Bમાં ઓપ્શન આપવાનો નિર્ણય લીધો છે.
#nta neet 2021 latest news today, #neet 2021 latest news today, #neet 2021
No comments:
Post a Comment