પિતાએ દીકરીઓની ફીસ ભરવા સોનુ સૂદ પાસે માંગી મદદ, તો એક્ટરે જે કર્યું તે જાણીને આફરીન થઈ જશો
Viral / પિતાએ દીકરીઓની ફીસ ભરવા સોનુ સૂદ પાસે માંગી મદદ, તો એક્ટરે જે કર્યું તે જાણીને આફરીન થઈ જશો
બોલિવૂડ એક્ટર સોનુ સૂદના સમગ્ર દેશમાં ચર્ચા છે. કોરોનાકાળમાં તે પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોનો મસીહા બનીને સામે આવ્યો છે. હવે તે અન્ય લોકોની પણ મદદ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ તેણે બે બાળકીઓના અભ્યાસ માટે મદદ કરી છે.
- સોનુ સૂદ સમગ્ર દેશમાં છવાઈ ગયો છે
- પ્રવાસી મજૂરોનો હીરો બની ગયો છે એક્ટર
- હવે અન્ય લોકોની પણ સતત મદદ કરી રહ્યો છે સોનુ
સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટરે એક ફેનનો વીડિયો રિટ્વિટ કર્યો છે જેમાં બે બાળકીઓ હાથ જોડીને કહી રહી છે કે પ્લીઝ સર અમારી મદદ કરો. યુઝરે લખ્યું- રિસ્પેક્ટ સોનુ સર, મારુ નામ મોહમ્મદ સાનુ છે અને હું એક ગરીબ પરિવારથી છું. મારા ઘરની હાલત બહુ ખરાબ છે. મારી બંને દીકરીઓની ફીસ ભરવાની છે. પ્લીઝ અમારી મદદ કરો. મારી દીકરીઓના અભ્યાસ માટે હેલ્પ કરો.
આ ટ્વિટ બાદ સોનુએ તરત જ મદદ કરી અને લખ્યું- તમારી બંને દીકરીઓનું સ્કૂલમાં એડમિશન થઈ ગયું છે. બેટી બચાઓ, બેટી પઢાઓ. આ પહેલાં પણ એક ગરીબ ખેડૂતનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને જોઈને સોનુએ પરિવાર માટે ટ્રેક્ટર મોકલાવી દીધું હતું. વીડિયોમાં એક ખેડૂત તેની બે દીકરીઓ સાથે ખેતર ખેડી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ અત્યાર સુધી હજારો મજૂરો, વિદ્યાર્થીઓથી લઈને ખેડૂતોની મદદ માટે આગળ આવ્યો છે. હાલમાં જ તેણે દશરથ માંઝીના પરિવારની પણ આર્થિક મદદ કરવાની વાત કહી હતી. આ સિવાય સોનુ સૂદ વિદેશમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓને પણ વતન પાછા લાવવામાં મદદ કરી રહ્યો છે.
સાભાર vtv news gujarati
https://www.vtvgujarati.com/news-details/bollywood-actor-sonu-sood-helped-poor-girls-for-education-admission-video-viral
No comments:
Post a Comment