ધોનીની નિવૃત્તિ અંગે રવિન્દ્ર જાડેજા-પૂજારાની સોશિયલ મીડિયામાં પોસ્ટઃ લખ્યું, ‘મોટાભાઈ’ ક્રિકેટ તમને મિસ કરશે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને વર્લ્ડકપ અપાવનાર મહેન્દ્રસિંઘ ધોનીએ ઇન્સ્ટાગ્રામમાં ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેને લઈને સોશિયલ મીડિયામાં ક્રિકેટરો ધોની સાથેની યાદો અને આગળની કેરિયરને લઈને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારાએ મહેન્દ્રસિંઘ ધોનીને મોટાભાઈ તરીકે સંબોધતી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું
રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘મેં મહેન્દ્રસિંઘ ધોનીની હંમેશા મોટાભાઈ, મેન્ટર, કેપ્ટન અને લેજન્ડ તરીકે જ ગણના કરી છે. તમારી પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. આ રમત તમને હંમેશા મિસ કરશે’ જાડેજાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મેસેજ સાથે મહેન્દ્રસિંઘ ધોની સાથે પોતાના ફોટા પણ મૂક્યા છે. જેમાં એક ફોટોમાં મહેન્દ્રસિંઘ ધોની સુતા હોય અને રવિન્દ્ર જાડેજા સેલ્ફી લેતા હોય તે છે.
ચેતેશ્વર પૂજારાએ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી
ભારતીય ક્રિકેટ ટીમમાં ટેસ્ટ મેચમાં જેની નામના છે તેવા ચેતશ્વર પૂજારાએ પણ ધોનીની નિવૃત્તિને લઈને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ‘મહેન્દ્રસિંઘ ધોનીને મેં ભાઈ તરીકે સંબોધીત કર્યા છે. ભારતીય ક્રિકેટમાં તમારૂ યોગદાન અને મેન્ટશીપ માટે ખૂબ ખૂબ આભાર’ ચેતેશ્વર પૂજારાએ પણ ધોની સાથેના ફોટા શેર કર્યા છે.
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું ભારતીય ક્રિકેટને એક મસ મોટી ખોટ ઊભી થશે
BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે હું BCCIનો સેક્રેટરી હતો ત્યારે મારા જ કાર્યકાળમાં મહેન્દ્રસિંઘ ધોનીને ટીમ ઇન્ડિયાના કપ્તાન બનાવવામાં આવ્યા હતા. મેં અને મારા સાથી મિત્રોએ જે ભરોસો મહેન્દ્રસિંહ ધોની પર મૂક્યો હતો તે ભરોસા પર મહેન્દ્રસિંઘ ધોની ખરા ઉતર્યા છે. તેમનો કાર્યકાળ નિર્વિવાદીત રહ્યો છે તેમને જે રીતે નિવૃત્તિની જાહેરાત કરી તે પણ પોતાની મનગમતી શૈલીમાં કરી છે. એક સારો કેપ્ટન ત્યારે જ કહેવાય કે જ્યારે તે પોતાના સાથી ખેલાડીઓ પર ગુસ્સે ન થાય. પરંતુ તેમની આવડતને પારખીને તેમની પાસેથી સારામાં સારું ક્રિકેટ બહાર લાવે. ત્યારે મહેન્દ્રસિંઘ ધોનીમાં આ તમામ ગુણો પહેલેથી જ વિદ્યમાન હતા. ચોક્કસ જે રીતે મહેન્દ્રસિંઘ ધોનીએ નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તેનાથી ભારતીય ક્રિકેટને એક મસ મોટી ખોટ ઊભી થશે.
via IFTTT
No comments:
Post a Comment